વિશ્વ પર્યવરણ દિવસ 2022


 5 જૂન 1972 ના રોજ સર્વપ્રથમ , પર્યાવરણ વિષય ઉપર United Nations conference on the human environment ( સયુંકત રાષ્ટ્રોનું માનવ અને પર્યાવરણ પરના સંમેલન ) માં સ્ટોકહોમ , સ્વીડન ખાતે આંતરાષ્ટ્રીય કક્ષાએ ચર્ચા  કરવામાં આવી હતી. જેના લીધે 1974 થી દર વર્ષે 5 જુન ને પર્યાવરણ ના રક્ષણ તરફ કામ કરવા અને જાગૃતિ  લાવવા માટે  World Environment Day (વિશ્વ પર્યાવરણ દિવસ)  તરીકે ઉજવવામાં આવે છે.

World Environment Day (વિશ્વ પર્યાવરણ દિવસ) 2022 કે જે 1972 ના સ્ટોકહોમ સંમેલનના 50 વર્ષ પૂરા થવા જય રહ્યા છે એટલે ઘણો અગત્યનો છે અને આ વખતે  પણ આંતરાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નું આયોજન સ્વીડન માં જ થવાનું છે. Only one earth ( માત્ર એક પૃથ્વી) એ આ વખતનું સૂત્ર છે .

એક આદિવાસી તરીકે હું એક વાત કહીશ કે આદિવાસીઓ આદિવાસીઓ પર્યાવરણ સાથે હળમળીને રહે છે ,આદિવાસીઓ ના દરેક રીતિ રિવાજ અને રહેણી કરવી કુદરતને અનુરૂપ છે. ઘણા ખરા લોકો પર્યાવરણ વિષય ભણીને અને વૈશ્વિક આબોહવા પરિવર્તન કે ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યાને જાણીને પર્યાવરણ બચાવોના નારા સાથે પર્યાવરણ પ્રેમી કે environment activist તરીકે ઓળખાય છે . પણ આદિવાસીઓ વર્ષોથી તેમના જળ, જંગલ અને  જમીનના અધિકાર માટે લડી રહ્યા છે.

આપણા દેશમાં પર્યાવરણના રક્ષણ માટે 1972 ના સ્ટોકહોમ સંમેલન ની સાથે જ wild life protection act ,1972 (ભારતીય વન્યજીવ (સંરક્ષણ) કાયદો, ૧૯૭૨) લાવવામાં આવ્યો  , Environment protection act, 1986 ( પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ,1986), national forest policy ,1988 ( રાષ્ટ્રીય વન નીતિ,1988) , the schedule tribes and other traditional forest dwellers rights Act ,2006 ( વન અધિકાર અધિનિયમ ,2006) જેવા ઘણા કાયદાઓ તેમજ National green tribunal (NGT) , Central pollution control board ( CPCB) જેવી સંસ્થાઓ છે.

તેમજ વિશ્વ કક્ષાએ પણ  UNEP , UNFCCC , UNCBD, REDD & REDD+ વગેરે છે.

આટલી બધી સંસ્થાઓ અને કાયદાઓ હોવા છતાં પણ આદિવાસીઓ એ જંગલ અને પર્યાવરણ ના રક્ષણ માટે નર્મદા બચાવો , હસદ્દેવ બચાઓ એવા આંદોલન કરવા પડી રહ્યા છે.



 જે સાબિત કરે છે કે Environment empact assessment ( પર્યાવરણીય અસરોનું આકલન) , Sustainable development goals ( ટકાઉ વિકાસ લક્ષ્યો) તેમજ સરકાર   દ્વારા લેવામાં આવેલા બીજા પગલાં કે જેમાં સરકારો કહે છે કે અમે પર્યાવરણનું નુકશાન અને વિકાસ માટેના કામોમાં સંતુલન જાળવી રાખશું એ સંતુલન વિકાસની હરીફાઈ અને પુંજી પતિઓની જીદ્દ ના કારણે પર્યાવરણ સંરક્ષણ ની વિરુદ્ધમાં  ઝુકાવ લઈ  લે છે.

ટિપ્પણીઓ