નમસ્કાર મિત્રો , આપણે પેસા એક્ટ 1996 વિશે જાણીશું...શા માટે આદિવાસીઓ હજી પણ પેસા એક્ટ લાગુ કરો એવું કહી રહ્યા છે? કાયદો તો 1996 નો બની ગયો છે...હાલમાં છત્તીસગઢમાં પેસા નિયમોનો ડ્રાફ્ટ સ્વીકારવામાં આવ્યો ત્યારે ગુજરાતના આદિવાસીઓ કેમ કહે છે કે ગુજરાતના ૨૦૧૭ ના પેસા rules માત્ર કાગળો પૂરતા જ છે.
પેસા(PESA) એટલે કે Panchayat extension to schedule area.. અહીં. .. જે 73 માં બંધારણીય સુધારો 1992 દ્વારા પંચાયતી રાજની વ્યવસ્થા લાગુ પાડવામાં આવી હતી એટલે કે બંધારણના નવમાં ભાગની જોગવાઈઓ જે એ સમયે સિડ્યુલ એરિયા એટલે કે અનુસૂચિ 5 ના વિસ્તારમાં લાગુ નહોતી કરવામાં આવી એનું અમલીકરણ સીડ્યુલ એરિયા( schedule area) માં આદિવાસીઓનો હીતો જળવાય રહે એ મુજબ થોડાક ફેરફારો અને સુધારા સાથે લાગુ પાડવાની જોગવાઇ છે જે 1993 ની ભૂરિયા કમિટીની જોગવાઈઓ પરથી છે ,પેસા એક્ટ નો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓનું પોતાનું શાશન.
પેસા એક્ટ ગ્રામસભા ને ઘણા પાવર આપે છે આદિવાસી વિસ્તારમાં..
૧) ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વગર કોઈ સરકારી પ્રોજેક્ટ મંજૂર કરી શકાય નહીં,
૨) જમીન આધિગ્રહણ કે અન્ય બાબતોની મંજૂરી માટે ગ્રામસભાની મંજૂરીની જરૂર હોય છે.
૩) ગૌણ ખનીજ જેમ કે રેતી ના વેચાણ અને લીઝોની ફાળવણી ગ્રામસભાની મંજૂરી વગર ના થય શકે.
૪) આદિવાસીઓની સંસ્કૃતિ અને રીતિ રિવાજ , જૂની પરંપરા વગેરે જાળવી રાખવા.
૪) minor forest products પર આદિવાસી ઓ ના અધિકાર...
૫)પંચાયતના બજેટ, પ્રોજેક્ટ ,સરકારી યોજના ના લાભાર્થી ની પસંદગી વગેરે ઉપર ગ્રામસભા ની જવાબદારી..
વગેરે..
પરંતુ આ કાયદો દેશની સંસદ માંથી પસાર થયા પછી તેને લાગુ પાડવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની હોય છે..તો પાંચમી અનુસૂચિ માં આવેલા આવા ૧૦ રાજ્યોમાં આ કાયદાના નિયમો લાગુ પાડવા ના થાય..પરંતુ રાજ્ય સરકારોની આ કાયદા પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે જેનો ખ્યાલ આપણને એના પરથી જ આવે કે કાયદો આવ્યાં પછી ૧૫ વર્ષ થાય છે જ્યારે કોઈ રાજ્ય સરકાર પેસા નિયમો બહાર પાડે છે , ૨૦૧૧ માં આંધ્રપ્રદેશ પહેલું રાજ્ય બને છે દેશનું PESA Rules બનાવનાર....હજી પણ ઘણા રાજ્યમાં માં બાકી છે પેસા નિયમો લાગુ કરવાના...
આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ૨૦૧૭ માં પેસા નિયમો બહાર પાડવામાં આવ્યા હતા..પણ આ નિયમો યોગ્ય રીતે લાગુ પાડવામાં આવ્યા નથી ... ગ્રામસભા ને જોઇએ એવો પાવર આપવામાં આવ્યો નથી..ઘણી જગ્યાએ માત્ર સરપંચની કે પંચાયતની જ મંજૂરી લેવામાં આવે છે ,ગ્રામસભાના આયોજન અને વહીવટ માં પણ સરપંચ અને તલાટી ને વધારે સત્તા આપવામાં આવી છે.. તો અમુક અગત્યના કામોમાં જિલ્લાના વહીવટી તંત્ર એટલે કે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી પાસે જ સત્તા છે.. ટૂંકમાં આપણ કહી શકીએ કે ગુજરાતના ૨૦૧૭ ના પેસા નિયમો સાચા અર્થમાં પેસા એક્ટ ૧૯૯૬ ની જોગવાઈઓ અનુસાર સંપૂર્ણ નથી...
જરૂર છે લોકોમાં પેસા એક્ટ ૧૯૯૬ , પેસા નિયમો અને પાંચમી અનુસૂચિ અંગેની જાણકારી ની કારણકે જો લોકો કશું જાણતા જ નહિ હશે તો ગામના ૪ થી પાંચ સત્તાધારી લોકો ગામલોકોને કંઈ ખબર પણ નહી પડે એ રીતે ગ્રામસભા કે પંચાયતનો વહીવટ એમના પોતાના અંગત હિતોને ધ્યાનમાં રાખીને કરતા તા રહેશે...તેમજ સરકારો સામે આ નિયમો ને યોગ્ય રીતે લાગુ કરવાની માંગણી ની...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો