જયપાલસિંહ મુંડાનો જન્મ 3 જાન્યુઆરી 1903 ના રોજ ઝારખંડના Khunti જિલ્લાના Takra ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ પ્રમોદ પહાન હતું, જે 3 જાન્યુઆરી 1911 ના રોજ જ્યારે તેમને રાંચીની Saint Paul school માં દાખલ કરવામાં આવ્યા ત્યારે કેવી રીતે જયપાલસિંહ મુંડા થઈ ગયું એના વિશે તેઓ પણ અજાણ હતા.
Canon Consgrave કે જે saint paul school ના આચાર્ય હતા જેઓ જ્યારે તેમની બદલી ભારતમાંથી ઇંગ્લેન્ડ કરવામાં આવી ત્યારે એમણે એવો નિર્ણય લીધો કે તેઓ પોતાની સાથે બાળક જયપાલ ને પણ જોડે લઈ જશે, આ નિર્ણયથી જયપાલસિંહ ની જિંદગીમાં એક નવો વળાંક આવ્યો.
જયપાલસિંહ મુંડા નું હોકી નું જે ટેલેન્ટ છે એ ઓક્સફોર્ડ માં તેઓ ભણી રહ્યા હોય ત્યારે બહાર આવે છે , તેઓ ઓક્સફોર્ડ હોકી ટીમ માંથી ઘણી વાર રમે છે અને કેટલીક વાર કપ્તાની પણ કરે છે... ઘણી વાર તેમની હોકીની સિદ્ધિઓ વિશે લંડનમાં પ્રખ્યાત પેપરોમાં સમાચારમાં આવે છે અને કેટલીક વાર ભારતમાં પણ આ પોસ્ટો પહોંચતી હોય છે...
1928 ની અંદર જયપાલસિંહ મુંડા ઓક્સફોર્ડ માં ICS(Indian civil service) ની ટ્રેનિંગ લઈ રહ્યા હોય છે..ત્યારે બ્રિટનના બે સેનાના અધિકારીઓ કર્નલ Bruce Turnbull અને મેજર Rickets મળે છે જયપાલસિંહ મુંડા ને અને બતાવે છે ભારતીય હોકી ટીમ 1928 ના Amsterdam ઓલિમ્પિક માં રમવા માટે જઈ રહી છે અને અમે ઇચ્છીએ છીએ કે તમે ભારતીય હોકી ટીમની કપ્તાની કરો...જયપાલ કપ્તાની માટે તૈયાર થઈ જાય છે અને તેમને કહે છે કે મારે ICS ની ટ્રેનિંગ માંથી રજા લેવી પડશે.. ICS ની ટ્રેનિંગ માંથી રજા નથી મળતી પણ જયપાલ નિયમો બાજુ પર મૂકીને ઓલિમ્પિક માં પહોંચી જાય છે...ઓલિમ્પિક માં ભારતીય હોકી ટીમમાં જેમને આપણે હોકીના જાદુગર તરીકે ઓળખીએ છીએ એ ધ્યાનચંદ પણ ભારતની ટીમમાં હોઈ છે...અને ભારતીય ટીમ ભારત માટે ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ જીતે છે..અને ખાસ વાત કે પૂરા ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમ સામે કોઈ પણ ટીમ એક પણ ગોલ નથી કરી શકતી અને ભારત દરેક ટીમ સામે સરેરાશ પાંચથી વધુ ગોલ કરે છે...
જયપાલ જયારે ઓક્સફોર્ડ પરત આવે છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે તમારે એક વર્ષ વધારાની ટ્રેનિંગ કરવી પડશે..અને જયપાલ રાજીનામું આપી દે છે..એના પછી તેઓ બર્મા સેલ કંપનીમાં એક ઉંચી પોસ્ટ પર જોબ કરે છે ,એના પછી રાયપુરની રાજકુમાર કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે જોબ કરે છે ત્યાં બધા વિધાર્થીઓ કોઈને કોઈ રાજ્યના રાજકુમારો હોય છે , અને પછી 1938 માં રાંચી પરત ફરે છે પોતાના લોકો આદિવાસીઓ માટે કંઇક કરવા માટે...
ટૂંક સમયમાં જ આદિવાસીઓ દ્વારા જયપાલસિંહ મુંડા ને તેમના સર્વોચ્ય નેતા( Marang Gomke) તરીકે સ્વીકારવામાં આવે છે..અને 1939 માં આદિવાસી મહાસભાના પ્રમુખ તેમને બનાવવામાં આવે છે.
જાહેરાતો કરવામાં આવે છે કે..
" આઇએ ,જરૂર આઈએ!! "
આદિવાસી સભા કી દુસરી મહાસભા,
તારીખ 20,21 જાન્યુઆરી, 1939, 12 બજે દિન.
શુક્રવાર , શનિવાર કો રાંચી કે હરમુ નદી કે કિનારે સભા ભવન કે મેદાન મે બડે સમારોહ સે હોગી જીસમે શ્રીમાન જયપાલસિંહ આદિવાસી , એમ એ ઓક્સફોર્ડ સભાપતિ કા આસન ગ્રહણ કરેંગે.
મહાસભાની મિટિંગમાં લાખો લોકો જયપાલસિંહ મુંડા ને સાંભળવા માટે આજુ બાજુના વિસ્તારોમાંથી આવે છે..જયપાલ સિંહ મુંડા પોતાનું ભાષણ અંગ્રેજી ,હિન્દી અને તેમની માતૃ ભાષા મુંડારી એમ ત્રણ ભાષાઓમાં આપે છે.
1946 માં ઇલેક્શન થાય છે વિધાયકોના જેમાં જયપાલસિંહ આદિવાસી મહાસભાના બેનર નીચે પોતાના ઉમેદવારો ઉતારે છે ..જેમાં ચૂંટણી પ્રચારમાં લાખો આદિવાસીઓ તીર કમાન સાથે મીટીંગો અને રેલી માં આવે છે..જયપાલસિંહ 🐓 રુસ્ટર ને પોતાની પાર્ટીના સિમ્બોલ તરીકે રાખે છે ..સિમ્બોલ રાખવા પાછળ નું કારણ 🐓 જે રીતે લોકોને ઊંગમાંથી જગાળે છે એ રીતે લોકોને જાગૃત કરવાનો હતો.. જયપાલ ના ઉમેદવારો 1946 ના ઇલેક્શન માં સારું પ્રદશન કરે છે અને જયપાલસિંહ મુંડા બંધારણ સભામાં સરળતાથી સ્થાન પ્રાપ્ત કરે છે.. 1946 થી તેઓ સંસદના સભ્ય પોતાની જીંદગીના અંતિમ સમય સુધી બની રહે છે....
બંધારણ સભામાં જયપાલસિંહ મુંડા પોતાની પહેલી સ્પિચમાં પોતે લાખો આદિવાસીઓ તરફથી બોલવા ઊભા થયા છે જે આઝાદી લડવૈયા છે , ભારત દેશના મૂળ લોકો જેમને backward tribe , criminal tribe, primitive tribe જેવા નામોથી ઓળખવામાં આવે છે ..હા મને જંગલી હોવાનો ગર્વ છે.. તમે આદિવાસીઓને લોકશાહી નહિ શીખવી શકો, તમારે આદિવાસીઓ પાસેથી શીખવાની જરૂર છે...આ પૂરી સ્પીચ તમે નીચેના વીડિયો માં સાંભળી શકશો ...
જ્યારે Advisory committee ઉપર ચર્ચા થઈ રહી હોય છે , ત્યારે જયપાલિંહ મુંડા કહે છે..કે આદિવાસીઓને ભારત દેશના મૂળ અને સૌથી પ્રાચીન લોકોને પૂરતી સીટો નથી મળી...અને કહે છે કે મારા માટે તો ખાલી પંડિત નહેરુ હોઈ તો પણ ઘણું છે પણ એ પણ સભ્ય નથી...એમને નહેરુ ઉપર પૂરો વિશ્વાસ હતો કે તેઓ આદિવાસીઓ સાથે અન્યાય નહિ થવા દે...
જયપાલસિંહ મુંડા આદિવાસીઓની ઓળખાણ બાબતે પણ ચોક્કસ હતા.. તેઓ બંધારણમાં આદિવાસીઓ માટે Aboriginal Tribe શબ્દ વાપરવા માંગતા હતા... અને હિન્દી અનુવાદ માં Tribe નું વનવાસી શબ્દ કરવા પર વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે અમે વનવાસી નથી.. મૂળનિવાસી છે...
Development induced displacement..
જયપાલસિંહ મુંડા સરકાર દ્વારા વિકાસના નામ પર જે જમીન સંપાદન કરવામાં આવે છે એના વિશે પણ વિરોધ કર્યો હતો કે શરૂઆતમાં તો મંત્રીઓ દ્વારા અને સરકાર દ્વારા જેમની જમીન લેવાની હોઈ એમને સ્વર્ગ બતાવવામાં આવે છે પણ હકીકતમાં જરૂરી મદદ કરવામાં નથી આવતી..અને મોટા ભાગના વિકાસના કામોમાં આદિવાસીઓની જ જમીન હતી હોઈ છે અને જમીન ના બદલામાં જમીન નહિ આપવાના કિસ્સામાં આદિવાસી માલિક માંથી મજૂર બની જાય છે.
પાંચમી અનુસૂચિ પરની ચર્ચામાં જયપાલસિંહ મુંડા પાંચમી અનુસૂચિ માં પાંચ સુધારા લાવવા માંગતા હતા... જેનાથી પાંચમી અનુસૂચિ નો લાભ બધા આદિવાસીઓને મળે અને આદિજાતિ સલાહકાર પરિષદ ને સત્તા આપવા માંગતા હતા જેથી કરીને આદિજાતિ સલાહકાર પરિષદ કંઇક ખરા અર્થમાં કામ કરી શકે જેના વિશે.. વધુ માહિતી નીચેના વીડિયો માં મળી રહેશે...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો