છોટાઉદેપુર જિલ્લા માં શિક્ષણની પરિસ્થિતિ


 

એવું કહેવામાં આવે છે કે શિક્ષણ એ વિકાસની ચાવી છે ,અને Nelson Mandela એ પણ કીધું છે કે શિક્ષણ એ  સૌથી શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ તમે વિશ્વ બદલવા માટે કરી શકો....પણ આપણે આપણા છોટાઉદેપુર જિલ્લા માં જોઈએ તો.  

Education is the most powerfull weapon which you can use to change the world.- Nelson Mandela



26 જાન્યુઆરી 2013 કે જ્યારથી છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો, એના પછી આપણે જ્યારે ગુજરાત રાજ્યનું બોર્ડની પરીક્ષાનું પરિણામ જોઈએ એ પછી ધોરણ 10 નું હોય કે 12 નું છોટાઉદેપુર જિલ્લો મોટે ભાગે નીચેથી પહેલા સ્થાન પર જોવા મળે છે. જેના પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે આદિવાસી વસ્તી ધરાવતા આપણા આ જિલ્લામાં શિક્ષણની શું પરિસ્થિતિ છે.

શિક્ષણની આવી ખરાબ હાલત પાછળના કારણો:

1)સરકારી શાળઓમાં પૂરતા પ્રમાણમાં યોગ્ય શિક્ષક અને વર્ગોની ઉણપ.

2) માતા - પિતા કે વાલી દ્વારા યોગ્ય માર્ગદર્શન કે સમર્થન નથી કારણ કે તેઓ પણ મોટા ભાગે અશિક્ષિત છે અને અન્ય કામ માં વ્યસ્ત હોય.

3) ગામમાં કે ફળિયામાં ભણવા માટે અનુકૂળ વાતાવરણ નહિ .

4) આદિવાસી હોસ્ટેલ કે આશ્રમ શાળા માં પણ યોગ્ય શિક્ષણ નો અભાવ , ઘણી બધી જગ્યાએ રેકટર ને છોકરાઓના શિક્ષણ ની કંઇજ પડેલી નથી અમુક જગ્યાએ તો રેકટર દારૂ જેવા નશાના બંધાણી હોય છે.

5)ગરીબીના લીધે  પરિવાર દ્વારા આર્થિક સહાય નહિ મળી શકે કે યોગ્ય માર્ગદર્શન નો અભાવ સમય પર.

ઉપરના આ કારણો સિવાય અન્ય બીજા પણ ઘણા કારણો હોય શકે.


શું કરી શકાય સારા શિક્ષણ માટે :

1)સમાજના ભણેલા આગેવાનો દ્વારા માર્ગદર્શન અને શક્ય હોય તો ગામમાં પુસ્તકાલય ની સ્થાપના.

2)ગામની સરકારી શાળાઓમાં શિક્ષણમાં સુધાર અને યોગ્ય શિક્ષકની નિમણુક.

3) આદિવાસી હોસ્ટેલ કે આશ્રમ શાળા માં સુધારા રેકટર તરીકે યોગ્ય વ્યક્તિની નિમણુક અને  વિધાર્થીઓને યોગ્ય સુવિધા પૂરી પાડવી .

4) સમાજના આગેવાનો કે સંસ્થાઓ દ્વારા કુશળ બાળકોને સહાય.

5) સરકાર દ્વારા શિક્ષણ અંગે જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ વગેરે.

6)માતા પિતા નું બાળક પ્રત્યેનું વર્તન અને ઘરના વાતાવણની અસર બાળક ઉપર સૌથી વધુ પડે છે જે યોગ્ય હોવું જોઈએ. જેમ કે ગાંધીજી એ પણ કીધું છે...

There is no school equal to a decent home and no teacher equal to a virtuous parents.

- M K Gandhi


આના સિવાય પણ બીજા ઘણા ઉપાયો હોય શકે , તો તમામને વિનંતી કે તમારા ધ્યાનમાં હોય એવા ઉપાયો જણાવશો.

ટિપ્પણીઓ