ભારત એટલે તહેવારોનો દેશ એવું કહેવામાં આવે છે, તો આજે આપણે Medaram jatara વિશે વાત કરીશું જે કુંભ મેળા પછી ભારતનો બીજો સૌથી મોટો મેળો છે અને એશિયાનો આદિવાસીઓનો સૌથી મોટો મેળો છે જે તેલંગાણા રાજ્યના medaram ગામ માં ચાર દિવસ માટે દર બે વર્ષે યોજાય છે.
આપણે આ મેળા કે તહેવાર પાછળ ની સ્ટોરી વિશે માહિતી મેળવીએ.
વાત હતી ૧૩ મી સદીની જ્યારે કોયા આદિવાસી સમાજના લોકો દંડકારણય જંગલમાં શિકાર માટે નીકળ્યા હતાં ,ત્યારે તેમની નજર એકા એક એક નવજાત શિશુ તરફ પડે છે જે વાઘ અને સિંહના ઝુંડની મઘ્ય માંથી મળે છે. કોયા આદિવાસી લોકો એ શિશુને પોતાના કબિલામાં લય જાય છે જે એક બાળકી હોય છે જેનું નામ Sammakka પાડવામાં આવે છે . આ Sammakka મોટી થઈને કોયા આદિવાસીઓ માટે વરદાન રૂપ સાબિત થાય છે એના દ્વારા ઘણા બીમાર લોકો સાજા થઈ જાય છે, ઘણા લોકોની સમસ્યાનું સમાધાન કરી આપે છે આમ કોયા આદિવાસી સમાજ ને ઘણી બધી સમસ્યાઓમાંથી બહાર કાઢે છે.
Samakka ના લગ્ન Pagididdu Raju નામના એક આદિવાસી સરદાર સાથે થાય છે. અને તેમના ત્રણ સંતાન થાય છે બે છોકરી અને એક છોકરો છોકરીઓના નામ Saralamma અને Nagulamma જ્યારે છોકરાનુ નામ Jampanna હતું.
Medaram ત્યારે Kakatiya dynasty ની અંદર આવતું હતું .એક વાર દુકાળ પડવાના લીધે medaram ના આદિવાસી લોકો કર ભરી શક્યા નહોતો ત્યારે Kakatiya dynasty તરફથી કર ના ભરવાના લીધે medaram પર આક્રમણ કરવામાં આવ્યું જેમાં કોયા આદિવાીઓ Pagididdu raju ની આગેવાની હેઠળ શૂરવીરતા થી લડ્યાં પરંતુ Kakatiya dynasty દ્વારા Pagididdu Raju ની ઘેરીને હત્યા કરવામાં આવતા દેવી Samakka તેના પુત્ર અને પુત્રીઓ સાથે યુદ્ધમાં સામેલ થાય છે જેમાં પુત્રી Saralamma અને પુત્ર Jampanna મુત્યુ પામે છે . પુત્ર Jampanna ની body વહીને Sampangi vaagu કરીને એક નદી છે એમાં જતી રહે છે જે ગોદાવરી નદીની એક શાખા નદી છે જેનું નામ અત્યારે Jampanna ના નામ પરથી Jampanna vaagu કરી દેવામાં આવ્યું છે.
દેવી Samakka ખૂબ બહાદુરી થી લડે છે અને અંતે Kakatiya sena ને ખૂબ દૂર ભગાડીને તે જંગલ માં Chilakala gutta તરફ જતી રહે છે. જ્યારે અન્ય આદિવાસીઓ દેવી Samakka ને શોધવા જંગલમાં પહોંચે છે ત્યારે ત્યાં તેમને માત્ર કંકુથી ભરેલું એક બોક્સ , થોડીક બંગળીઓ અને વાઘેણ ના પગના નિશાન મળે છે. કોયા આદિવાસીઓ ત્યારે વધુ આશ્ચર્યચકિત થઈ જાય છે જ્યારે તેમને ખબર પડે છે કે આ એજ જગ્યા છે જ્યાંથી વર્ષો પહેલા દેવી Samakka બાળકીના સ્વરૂપે મળી હતી.
દેવી Sammaka અને તેના પરિવાર ની યાદમાં આ medaram jatara ઉજવાય છે જેને Samakka Saralamma Jatara પણ કહે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો