मजहब की सियासी दुकानदारी। એટલે કે ધર્મનો રાજકીય ધંધો ( Political Trade of religion) જ્યાં ભાગલા પાડો રાજ કરો ની નીતિ અંતર્ગત લોકોમાં ભેદભાવ ઊભા કરીને પોતાનો રાજનીતિનો રોટલો શેકવામાં આવે છે.
આપણા દેશમાં ઘણા બધા રાજનેતાઓ એવા છે જે ચૂંટણી આવે ત્યારે દેશના જે સાચા મુદ્દા છે જેવા કે શિક્ષણ નો મુદ્દો, સ્વાસ્થ્ય નો મુદ્દો, રોજગારી નો મુદ્દો, મોંઘવારીનો મુદ્દો વગેરે ત્યાંથી લોકોને દૂર લઈ જવા માટે નવા મુદ્દા ઊભા કરે જેવા કે ધર્મનો મુદ્દો ,જાતિનો મુદ્દો વગેરે.
આપણે બધાએ ધ્યાનમાં રાખવું જોઇએ કે એ લોકોને હિન્દુ ધર્મ કે મુસ્લિમ ધર્મ કે અન્ય કોઈ પણ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી એમને બસ આપણા મતોથી મતલબ છે.
આવા લોકો मजहब खतरे में है के नाम का अंधा रोना रोते रहते है। ( Blind crying of religion is in danger).
અને આવા લોકોની બેસ્ટ સીઝન છે ચૂંટણીની સીઝન જે આપણા ગુજરાત રાજ્યમાં આવવા જઈ રહી છે ,તો બધા ધ્યાનથી રહેજો , આભાર ( Be Careful , thanks).
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો