ભારતીય સેના અગ્નિપથ યોજના ( Tour of Duty) હેઠળ જવાનોની ભરતી કરવા ની તૈયારી કરી છે જે માત્ર જવાનો પૂરતું જ રહેશે ઓફિસર માટે નહિ હોય.
જેમાં યુવાનોને સેનામાં 4 વર્ષ માટે સમાવેશ કરવામાં આવશે, જે યુવાનો tour of duty હેઠળ સામેલ થશે એ લોકોને સેના માંથી બહાર આવ્યા પછી અન્ય બીજી ભરતી કે નોકરી માટે વધારાના માર્ક્સ આપવા કે અન્ય કોઈ રીતે પ્રાથમિકતા આપવામાં આવશે.
Tour of duty ના ઘણા ફાયદા બતાવવા માં આવી રહ્યા છે જેમ કે આપણું ડિફેન્સ બજેટ માં સુધારો, કે જેનો હાલમાં મોટા ભાગનો હિસ્સો પગાર અને પેન્શન માં વપરાય જાય છે જેના લીધે સેના ના આધુનિકણમાં ફંડ ની સમસ્યા રહે છે, 4 વર્ષની સેનામાં duty કરીને આવેલા લોકો બીજા ક્ષેત્રમાં જશે તો ત્યાં પણ શિષ્ટતા જોવા મળશે. ખાનગી કંપનીઓને પણ શિષ્ટતા અને નિયમોનું સારી રીતે પાલન કરનારા અને શારીરિક રીતે મજબૂત ઉમેદવાર મળી રહેશે તેમજ દેશના નાગરિકોના સંપૂર્ણ સ્વાથ્ય માં પણ સુધારો થશે વગેરે...
સામે એના ઘણા ગેરફાયદા પણ બતાવવામાં આવી રહ્યા છે જેમ કે 4 વર્ષ પછી આ યુવાનો ના ભવિષ્યનું શું?, મુશ્કેલીના સમયે આ લોકો જોઈએ એવી મહેનત નહિ કરે કારણ કે એમનાં માં ૪ વર્ષ પછી શું એની ચિંતા હશે, આ યુવાનો ને ગેંગસ્ટરો પોતાની ટીમ માં સામેલ કરી શકે, સેનાના મનોબળ પર અસર પડશ, વગેરે..
પણ મારું માનવું છે કે આ ભારતીય સેનામાં એક નવતર પ્રયોગ આની અસર શું થશે, આ યોજના કેટલા સમય ચાલશે , શું ફેરફાર આવશે આ યોજના માં આ બધું થોડાક વર્ષો પછી જ કહી શકાશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો