સિકંદર નું આક્રમણ અને આદિવાસીઓ અમુક લોકોને હેડીંગ વાંચીને થતું હશે કે સિકંદર અને આદિવાસીઓ સાથે શું લેવા દેવા ,અમે તો સિકંદર અને પૂરું વિશે સાંભળ્યું છે , આદિવાસીઓ વિશે તો કંઈ નહિ સાંભળ્યું સિકંદર ના આક્રમણ સાથે. હું એ લોકોને કેવા માંગીશ કે સિકંદર ના ભારત જીતવાના રસ્તામાં જો કોઈ સૌથી મોટી અડચણ આવી હોય તો એ છે આદિવાસીઓની સિકંદરના આક્રમણ સામેની લડાઈ જેના વિશે વિસ્તૃત માહિતી નથી પણ જે કંઈ છે એ જોઈએ.
સિકંદર મેસેડોનિયા ની રાજસત્તા સંભાળે છે 334 B.C. માં અને તે 327 B.C. માં હિંદુકુશ પર્વતમાળા ઓળંગીને ભારતમાં પ્રવેશે છે જ્યાં તેને 10 મહિના સુધી ત્યાંના આદિવાસીઓ લડત આપે છે , હા 10 મહિના.
એના પછી ફેબ્રુઆરી 326 B.C. માં સિંધુ નદી પાર કરી આગળ વધે છે ,જ્યાં તક્ષશિલા ના રાજા આંભી દ્વારા સિકંદર નું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. એના પછી સિકંદર અને પૂરું નું યુધ્ધ કે જેના વિશે આપને બધા જાણીએ છે એ ઝેલમ નદીના કાંઠે થાય છે.
એના પછી સિકંદર બિયાસ નદી સુધી આગળ કુંચ કરે છે જ્યાં પણ તેને લોકલ આદિવાસીઓની સામે ઘણી લડાઈઓ લડવી પડે છે. એ ત્યાંથી આગળ હજી ગંગાના ક્ષેત્ર સુધી વધવા માંગતો હતો પણ એ આગળ વધી શક્યો નહીં કારણ કે એના સિપાહીઓ અનેક યુદ્ધો કરીને થાકી ગયા હતા જે હવે આગળ વધવા માટે ઈન્કાર કરી રહ્યા હતા.
સિકંદર ઓક્ટોબર 326 B.C. માં પરત ફરવાનુ શરૂ કરે છે પણ એની આ ઘર તરફની મુસાફરી પણ આદિવાસીઓના હુમલા થી વંચિત નહોતી, ઘણા આદિવાસી સમૂહો એ સિકંદરની સેના પર હુમલાઓ કર્યા હતા. અને અંતે બેબીલોન ખાતે 323 B.C. માં એ મેસેડોનિયા પહોંચતા પહેલાં જ મુત્યુ પામે છે.
આમ આપણે કહી શકીએ કે સિકંદરની ભારત જીતવાની મનોકામના સામે આદિવાસીઓ સૌથી મોટી અડચણ હતા, અને આદિવાસીઓ સામેની લડાઈઓ એ સિકંદરના સૈનિકોનું મનોબળ તોડી નાખ્યું હતું અને એ લોકો લડાઈ લડી લડીને થાકી ગયા હતા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો