હસદેવના જંગલો બચાવો, #SaveHasdeo





છત્તીસગઢ ના ફેફસા તરીકે ઓળખાતા હસદેવના જંગલમાં  કોલસાની ખાણો માટે ૨ લાખથી વધુ વૂક્ષો કાપવામાં આવનાર છે.જેનો વિરોધ સ્થાનિક આદિવાસીઓ અને પર્યાવરણ મિત્રો દ્વારા #SaveHasdeo ના નારા સાથે કરવામાં આવી રહ્યો છે, મહિલાઓ નું ચિપકો આંદોલન ની યાદ અપાવતુ વિરોધ પ્રદર્શન , 300 કીલોમીટર દુર રાયપુર સુધી ની રેલી તેમજ હસદેવ બચાવો ના પોસ્ટર તો વિદેશમાં પણ જોવા મળી રહ્યા છે.



હસદેવનું જંગલ છત્તીસગઢના કોરબા, સરગણા અને સુરજપુર જીલ્લા માં  ફેલાયેલું છે, જ્યાં 5 અબજ  ટનથી પણ વધારે કોલસાના ભંડારો હોવાનુ અનુમાન તજજ્ઞો દ્વારા લગાવવામાં આવ્યું છે, પરંતુ આ જંગલના પર્યાવરણીય મહત્વને ધ્યાનમાં રાખીને પર્યાવરણ મંત્રાલયે 2009 માં આ વિસ્તારને કોલસા ખનન માટે No-Go-Zone જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ  પાછું 2011 મા જે રદ્ કરવામાં આવે છે. 
આ જંગલ અહી વસતા જીવ જંતુઓ , આદિવાસીઓની સંસ્કૃતિ ,હાથીઓનું કોરિડોર ,અઢળક વુક્ષો જે આપણી ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડે છે આમ ઘણું અગત્યનું છે પણ કેટલાક પુંજી પતીઓ અને વીજળી માટે કોલસાની જરૂરિયાતના લીધે અહી કોલસાની ખાણો નું ખનન કરવામાં આવે  છે .





ટિપ્પણીઓ