જોહાર,
વિશ્વ આદિવાસી દિવસ (International Day of The World's Indigenous Peoples) એટલે કે 9 ઓગસ્ટ નજીક આવી રહી છે, તો આ વખતના વિશ્વ આદિવાસી દિવસ ની થીમની વાત કરીએ તો એ આદિવાસી યુવાઓને સબંધિત છે. ( Theme- "Indigenous Youth as Agents of Change for Self-determination") આ થીમ રાખવા પાછળ નો ઉદ્દેશ્ય છે, આદિવાસી યુવાઓ નો પોતાના સમાજના અધિકાર અને સંસ્કૃતિના પ્રોત્સાહન અને રક્ષણમાં જે મહત્વનો ફાળો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી 9 ઓગસ્ટ ના રોજ કરવામાં આવે છે, તો એના શરૂઆતની વાત કરીએ તો 1982 માં જીનીવામાં 9 ઓગસ્ટના રોજ UN Working Group On Indigenous Populations ની પ્રથમ મીટીંગ મળી હતી , આ ગ્રુપ એ UN ને આદિવાસીઓના યોગદાન અને સંઘર્ષને માન્યતા આપવા માટે એક દિવસ બનાવવાની ભલામણ કરી.
આ ભલામણ ને ધ્યાનમાં રાખીને UN General Assembly એ 23 ડિસેમ્બર 1994 ના રોજ રેસોલ્યુશન 49/214 બહાર પાડ્યું . જે રેસોલ્યૂશન માં જણાવવામાં આવ્યું કે આપણે દર વર્ષ 9 ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ (International Day of the World's Indigenous People's) તરીકે ઉજવશું.
ત્યારથી ,9 ઓગસ્ટ સમગ્ર વિશ્વના આદિવાસીઓ અને તેમને સમર્થન કરતાં અન્ય લોકો માટે બધા ભેગા મળીને પોતાની સંસ્કૃતિની ઉજવણી કરવાનો અને આદિવાસી સમાજની સામે જે સમસ્યા છે એની સામે જાગૃકતા લાવવાનો એક મહત્વનો દિવસ છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો